મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“જીગ્નેશ મેવાણી તમે ધારાસભ્યની ગરિમાને લાંછન લગાડ્યું, હવે ઘરભેગા થાઓ” જાણો કોણે લખ્યો આ પત્ર

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને મહીસાગર કલેક્ટર વચ્ચેના વિવાદમાં હવે જીગ્નેશ મ

“જીગ્નેશ મેવાણી તમે ધારાસભ્યની ગરિમાને લાંછન લગાડ્યું, હવે ઘરભેગા થાઓ” જાણો કોણે લખ્યો આ પત્ર

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને મહીસાગર કલેક્ટર વચ્ચેના વિવાદમાં હવે જીગ્નેશ મેવાણીની એક પત્રિકા વાયરલ કરી છે. આ પત્રિકામાં 6 તારીખે ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે મહીસાગરમાં યોજાનારા સરકારી કાર્યક્રમનો વિરોધ કરવા દલિત, આદિવાસી અને ઓબીસીને આહ્વાન કર્યું છે. મેવાણીની આ પત્રિકાના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જેઠાભાઇ વણકરે એક પત્ર લખ્યો છે.

તમે ધારાસભ્યની ગરિમાને લાંછન લગાડ્યું : જેઠાભાઇ વણકર

જીગ્નેશ મેવાણી એ વાયરલ કરેલી પત્રિકાને લઈને મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જેઠાભાઇ વણકરે ટકોર કરી છે. આ પત્રમાં તેમણે લખ્યું છે, “ આપ એક ધારાસભ્ય છો અને આપે ધારાસભ્યની ગરીમાને લાંછન લગાડ્યું છે તમારો વિવેક છે ખરો..? મહીસાગરમાં વર્ગ વિગ્રહ કરવા આવ્યા છો. ડૉ.બાબા સાહેબ આંબેડકરને જેટલા કોંગ્રેસે હડધૂત કર્યા છે એટલા જ ભાજપે તેઓને આગળ કર્યા છે ભાજપે તેઓની ગરિમા વધારી છે. તમારે આ બાબતમાં રાજકીય રંગ આપવાનો છોડી દઈ ઘર ભેગા થવું ઉચિત છે.” 

મહીસાગર કલેક્ટર નેહાકુમારી અંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો

મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 

મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ 'ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ' જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું. આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી છઠ્ઠી ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી. 

આ સમાચાર શેર કરો