Vadodara News: ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની એરપોર્ટ પરથી ધરપકડ
Vadodara News: વડોદરાના ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. દ

Vadodara News: વડોદરાના ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ સિંહે ભાજપાના કોર્રેપોટર પરાક્રમ સિંહ જાડેજાને એક કરોડ રૂપિયા કરતા વધુનો ચૂનો ચોપડ્યો હતો. આ સમગ્ર મામલો ગત વર્ષનો છે. દિલીપ ગોહિલની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરાઈ છે.
પાછલા છ મહિનાથી ધરપકડથી બચવા દુબઇ ફરાર થઈ ગયો હતો. અમદાવાદ એરપોર્ટથી ઝડપીને આરોપીને વડોદરા લવાયો છે. દિલીપ ગોહિલને મેડીકલ તપાસ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો છે. વડોદરા જીલ્લાના વાઘોડિયા સુખલીપુરા ગામની જમીનમાં ગેરરીતિ કરીને ઠગાઇ આચરવામાં આવી હતી.
સમા પોલીસ મથકે દિલીપ ગોહિલ સામે ફરિયાદ નોંધાઇ હતી. દિલીપ ગોહિલ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ અધ્યક્ષ છે. ધરપકડ બાદ ભોગ બનનાર ભાજપાના કોર્પોરેટર પરાક્રમ સિંહ જાડેજાના મેદાનમાં આવ્યા અને કહ્યું, ગુનેગાર ગુનેગાર હોય છે તે કોઈ પાર્ટીનો ના હોઈ શકે. ચોરને કોઈ પક્ષ હોતો નથી, લૂંટારા ને લૂંટારો જ કહેવાય, દિલીપ સિંહે મારી સાથે ઠગાઇ કરી હતી. મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે.






