મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં છેતરપિંડીની ફરિયાદ મામલે ભાજપ નેતા ભરત પટેલની ધરપકડ

સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતમાં ભાજપ નેતા ભરત પટેલ સામ

સુરતમાં છેતરપિંડીની ફરિયાદ મામલે ભાજપ નેતા ભરત પટેલની ધરપકડ

સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતમાં ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખ બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંડવીની નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરાતા ખોટા હોવાનું સાબિત થયું.

મળતી માહિતી પ્રમાણે, બેન્ક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી. ભરત પટેલે પોતાની જમીન અન્યને વેચાણ દસ્તાવેજ કરી હતી. મામલો બહાર ન આવે તે માટે બરોબર પૈસા ભરી દીધા હતા. આ મામલે પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી હતી. ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે. પોલીસ દ્વારા ભરત પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો