મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે વિચાર ગોષ્ઠિ, વિભાજન કાળના મૃતકોને અપાયુ શ્રદ્ધાસુમન

ભરૂચમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે વિચાર ગોષ્ઠિ યોજાઈ હતી. વિચાર ગોષ્ઠિમાં વડોદરા મહાનગર પાલિકાન

ભરૂચમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે વિચાર ગોષ્ઠિ, વિભાજન કાળના મૃતકોને અપાયુ શ્રદ્ધાસુમન

ભરૂચમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે વિચાર ગોષ્ઠિ યોજાઈ હતી. વિચાર ગોષ્ઠિમાં વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ ડે.મેયર ડો.જીવરાજ ચૌહાણે વક્તવ્ય આપ્યું હતુ. વિભાજન કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતુ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિર્દોષોના જીવ હોમાયા

અંગ્રેજો ભારતથી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા હતા. આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. 

શ્રદ્ધાસુમન અર્પણ કરાયુ

આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિચાર ગોષ્ઠિમાં વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ ડે.મેયર ડો.જીવરાજ ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિભાજન કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા.,ભરૂચના ધારસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, આગેવાન યોગેશ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

આ સમાચાર શેર કરો