મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO BREKING : વિસનગર ન.પા.ના ભાજપના નગરસેવકે ટ્રેન નીચે પડતું મુકી જીવન ટુંકાવ્યું

મહેસાણા જિલ્લાના વિસનગરમાં નગરપાલિકાના નગરસેવક દિપક મોદીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્

તસવીર: GSTV

મહેસાણા જિલ્લાના વિસનગરમાં નગરપાલિકાના નગરસેવક દિપક મોદીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ છે. વોર્ડ નંબર 1ના નગરસેવક દિપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. તેઓ આ વોર્ડમાંથી બિનહરીફ ચૂંટાયા હતા. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન નીચે કચડાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ કોઈ અગમ્ય કારણોસર તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. ઘટનાને લઈને શહેરમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિવારજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો