અરવલ્લી: નકલી કચેરીમાં ભાજપ કનેક્શન આવ્યું સામે, નેતાજીના સગાએ જ આચર્યું કૌભાંડ!
રાજ્યમાં અરવલ્લીના મોડાસામાંથી નકલી સિંચાઇની કચેરી ઝડપાવવા મામલે નવો ખુાલસો થયો છે. નકલી કચેરીમાં કામા કરતા પી.એમ.ડામ

રાજ્યમાં અરવલ્લીના મોડાસામાંથી નકલી સિંચાઇની કચેરી ઝડપાવવા મામલે નવો ખુાલસો થયો છે. નકલી કચેરીમાં કામા કરતા પી.એમ.ડામોર ભાજપના જ નેતાના સગા હોવાનું સામે આવ્યું છે. પી.એમ.ડામોર સિંચાઇ વિભાગમાંથી ફરજ પરથી નિવૃત થયેલા અધિકારી છે. તે સિંચાઇ વિભાગના અન્ય લોકો સાથ મળીને કચેરી ચલાવતા હોવાનો આરોપ લાગ્યો છે.
પી.એમ.ડામોર ભાજપના નેતાના સગા હોવાની ચર્ચાએ જોર પકડ્યું
મોડાસામાં સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા પી.એમ.ડામોર ભાજપના નેતાના સગા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ આરોપોને લઇને પોલીસ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કચેરીનો પર્દાફાશ કર્યો હતો.
શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા
અરવલ્લીના મોડાસા શહેરમાં કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ છે. રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આ કચેરી ચાલાવવામાં આવતી હોવાની આશંકા છે. જેને લઇ બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. તપાસ દરમિયાન આ કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.






