મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા માટે ભાજપે ચીફ વ્હીપની કરી જાહેરાત, ગુજરાતના 2 સાંસદોને પણ મળી જવાબદારી

લોકસભા માટે ભાજપે ચીફ વ્હીપની જાહેરાત કરી છે. લોકસભા ચીફ વ્હીપ ડો

લોકસભા માટે ભાજપે ચીફ વ્હીપની કરી જાહેરાત, ગુજરાતના 2 સાંસદોને પણ મળી જવાબદારી

લોકસભા માટે ભાજપે ચીફ વ્હીપની જાહેરાત કરી છે. લોકસભા ચીફ વ્હીપ ડો. સંજ્ય જયસ્વાલના નામની જાહેરાત કરાઈ છે.  ડો. જયસ્વાલની ટીમના 16 વ્હીપની પણ જાહેરાત કરી છે. 16 વ્હીપમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ભારતીય જાણતા પાર્ટી સંસદીય દળે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સાંસદ ધવલ પટેલનો સમાવેશ કરાયો છે.  દેવુસિંહ ચૌહાણ ખેડાના બેઠકના ભાજપના સાંસદ ચૂંટાયા છે. દેવુસિંહ ચૌહાણ અગાઉ રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. ધવલ પટેલ વલસાડ બેઠક પરથી પ્રથમ વખત સાંસદ બન્યા છે. પીએમ મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવતા ધવલ પટેલને વ્હીપની જવાબદારી મળી છે.

આ સમાચાર શેર કરો