મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કમલમમાંથી 'અબકી બાર 400 પાર'ના પાટીયા ઉતરી ગયા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર બનાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. ભાજપને 240 બેઠક અને NDAને 292 બેઠક મળ

VIDEO: કમલમમાંથી 'અબકી બાર 400 પાર'ના પાટીયા ઉતરી ગયા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર બનાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. ભાજપને 240 બેઠક અને NDAને 292 બેઠક મળી છે. ભાજપ બહુમતના આંકડાથી 32 બેઠક દૂર રહી ગયું છે. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમમાંથી ભાજપના 400 બેઠક જીતવાના દાવા પર પાણી ફરી વળતા હવે બેનર ઉતારવામાં આવ્યા છે.

કમલમમાંથી 'અબકી બાર 400 પાર'ના બેનર ઉતારવામાં આવ્યા

ભાજપના લોકસભા ચૂંટણી 2024માં 'અબકી બાર 400'પાર જીતવાનો નારો પોકળ સાબિત થયો છે. ભાજપ 300 બેઠક પણ જીતી શક્યુ નથી અને એકલા હાથે બહુમતી પણ મેળવી શક્યું નથી. હવે ભાજપના કાર્યાલય કમલમમાંથી ઠેર ઠેર લગાવવામાં આવેલા 'અબકી બાર 400' પારના નારાના બેનરને ઉતારવામાં આવ્યા છે.

આ રાજ્યોએ ભાજપને આપ્યો ઝટકો

NDA દ્વારા લોકસભા ચૂંટણી પહેલા 'અબકી બાર 400 પાર'નો નારો આપવામાં આવ્યો હતો પણ જે પરિણામ આવ્યા છે તેમાં ભાજપને વિચારવા પર મજબૂર કરી દીધા છે. ક્યા કમી રહી ગઇ તે હવે ચર્ચાનો વિષય છે પરંતુ જે રાજ્યના દમ પર ભાજપના નેતાઓ હુંકાર ભરતા હતા તેમાં સૌથી વિશ્વાસ ધરાવતા રાજ્યોએ જ તેમનો સાથ આપ્યો નથી. એક કે બે નહીં પણ 4 મોટા રાજ્ય પાસેથી ભાજપને આવા પરિણામની આશા નહતી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો સાથ પણ ભાજપને મળ્યો નહતો. આ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્રે પણ ભાજપને ઝટકો આપ્યો છે.

NDAને 292 બેઠક મળી

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. ભાજપના નેતૃત્વ ધરાવતા NDA ગઠબંધને ત્રીજી વખત બહુમતી મેળવી છે. NDA ગઠબંધને 292 બેઠક જીતી છે. જોકે, ભાજપ એકલા હાથે બહુમત 272ના આંકડાને પાર કરી શક્યું નથી. બહુમતના આંકડાથી ભાજપ 32 બેઠક દૂર રહી ગયું છે. વિપક્ષી INDIA ગઠબંધને 234 બેઠક પર જીત મેળવી છે.

આ સમાચાર શેર કરો