મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના વાયડ ગામે રક્તરંજિત જંગ: વરઘોડો કાઢવા બાબતે બે જૂથો વચ્ચે ધિંગાણું, 20થી વધુ ઘાયલ

VIDEO: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વાયડ ગામે આજે સવારે સામાજિક વૈમનસ્યની એક ગંભીર ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા જેવ

તસવીર: GSTV

VIDEO: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વાયડ ગામે આજે સવારે સામાજિક વૈમનસ્યની એક ગંભીર ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા જેવી બાબતે બે સમાજના જૂથો વચ્ચે થયેલી અથડામણે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.

જાણો શું આખો મામલો 
મળતી માહિતી મુજબ, વાયડ ગામે આજે સવારે રાઠોડ અને જાદવ સમાજ વચ્ચે વરઘોડો કાઢવાની બાબતે મનદુઃખ સર્જાયું હતું. જ્યારે જાન પ્રસ્થાન કરી રહી હતી, ત્યારે વરઘોડો કાઢ્યાની જૂની અદાવત રાખીને એકાએક ટોળું ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ હીચકારા હુમલામાં લાકડીઓ અને ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારે ખુવારી અને ભયનો માહોલ
આ હિંસક ધિંગાણામાં 20થી વધુ વ્યક્તિઓ ઘાયલ થઈ છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હુમલાને પગલે ગામમાં ભાગદોડ મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ સરસ્વતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો