મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બિટકોઈન-અપહરણ કેસ:ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો શું છે સમગ્ર મામલો

સુરતના બહુચર્ચિત બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં બંધ બીજેપ

બિટકોઈન-અપહરણ કેસ:ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો શું છે સમગ્ર મામલો

 સુરતના બહુચર્ચિત બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં બંધ બીજેપીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નલિન કોટડિયાની સજા પર સ્ટે મુકીને તેમને રૂ. 50,000ના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

શું હતો કેસ?

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઈન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાઈનાન્સ કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.

આ સમાચાર શેર કરો