નરોડાના સ્પામાં જન્મદિવસની રેવ પાર્ટીમાં ઉછળી દારૂની છોળો, યુવતીઓ સાથે ડાન્સમાં મદમસ્ત યુવાનો
રાજ્યમાં દારૂબંધી હોવા છત્તાં વાંરવાર વિવિધ શહેરોમાંથી દારૂ ઝડપાય છે, અથવા મહેફિલ માણતા

રાજ્યમાં દારૂબંધી હોવા છત્તાં વાંરવાર વિવિધ શહેરોમાંથી દારૂ ઝડપાય છે, અથવા મહેફિલ માણતા લોકો પણ ઝડપાય છે. ત્યારે આવી જ એક મહેફિલના અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના નરોડામાં ચાલતા સ્પા સેન્ટરમાં રેવ પાર્ટી યોજાઈ હતી. મળતા અહેવાલ સ્પા સેન્ટરમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂ અને યુવતીઓ સાથે પાર્ટી યોજાઈ હતી.
યુવતીઓ અને યુવાનો નશામાં છાકટા બન્યા હતા
નરોડાથી દહેગામ સર્કલથી ટોલ ટેક્સ તરફ જતા રસ્તામાં વિશાલા કોમ્પલેક્ષ આવેલું છે. આ વિશાલા કોમ્પેલક્ષમાં સ્પા સેન્ટર ચાલે છે. આ સ્પા સેન્ટરમાં પાર્ટી યોજાઈ હતી.
નરોડા ડી-સ્ટાફ પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ
આ પાર્ટીની અંદરની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. બીજી તરફ નરોડા ડી-સ્ટાફ પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ છે. આ પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો તે પણ ચર્ચામાં છે. યુવક-યુવતીઓ દારુના નશામાં બેફામ ઝુમી રહ્યા છે. વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હાલ એક્શન મોડમાં આવ્યું છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પાર્ટીની અંદરની તસવીરો અને વીડિયો વાયરલ થયા
બીજી તરફ આ કયું સ્પા સેન્ટર છે તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ થઈ છે. થોડાક દિવસો પહેલા અમદાવાદમાં સિંધુભવન રોડ પર જન્મદિવસની પાર્ટી પછી એક સ્પા ગર્લને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. તે સમયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.






