મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad /વિધવા સહાય યોજનામાં મોટો ખુલાસો! એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ડીલિટ

અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવતા મહિલાઓની સંખ્યા સરકાર દ્વારા એક વર્ષમાં 50 હજારથી 3 હજાર કરી દેવ

તસવીર: GSTV

અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવતા મહિલાઓની સંખ્યા સરકાર દ્વારા એક વર્ષમાં 50 હજારથી 3 હજાર કરી દેવાઈ છે. આ ખુદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ રજૂ કરેલા આંકડા છે. ટેકનિકલ તેમજ કુદરતી કારણોસર આવા પેન્શનરની સંખ્યામાં ફેરફાર થવો વાજબી છે. પરંતુ એક જ વર્ષમાં લાભાર્થીની સંખ્યામાં 46,451નો એટલે કે અધધ 94 ટકાનો ઘટાડો કેવી રીતે થયો તે એક કોયડો બન્યો છે.

મહિનામાં માત્ર 6 ટકા જેટલી વિધવાઓએ જ આ પેન્શન મેળવ્યું 

અમદાવાદમાં વિધવા પેન્શન યોજના અંતર્ગત વર્ષ 2025માં લાભાર્થીઓને કુલ 3.76 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. પરંતુ આ પેન્શનનો લાભ મેળવતી મહિલાઓની સંખ્યા વર્ષની શરૂઆત અને અંતમાં કોઈ તાલ બેસતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં જિલ્લાના તમામ 15 તાલુકામાં આ યોજના અંતર્ગત 49,375 મહિલાઓએ લાભ મેળવ્યો હતો. જ્યારે ડિસેમ્બરમાં લાભાર્થીઓની સંખ્યા 2,924એ પહોંચી ગઈ હતી! એટલે કે વર્ષના પહેલા મહિનાની સરખામણીએ વર્ષના છેલ્લા મહિનામાં માત્ર 6 ટકા જેટલી વિધવાઓએ જ આ પેન્શન મેળવ્યું હતું. 

આ કોઈ આક્ષેપબાજી નથી પરંતુ વિધાનસભામાં રજૂ થયેલા આંકડા છે. પેન્શનના નિયમોમાં ફેરફાર થવા, કોઈ પેન્શનરનું મૃત્યુ થવું કે અન્ય ટેકનિકલ કારણોસર પેન્શનર સંખ્યામાં વધઘટ થવી યોગ્ય છે. પરંતુ એક જ વર્ષમાં લાભાર્થીની સંખ્યામાં થયેલો આટલો મોટો ઘટાડો તપાસનો વિષય બન્યો છે. પેન્શન વિતરણમાં ચાલતી આવી પોલમપોલના લીધે જરૂરિયાતમંદો સુધી આ યોજનાનો લાભ પહોંચતો જ નહીં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

2025ની શરુઆત અને અંતે લાભાર્થીની સંખ્યા

તાલુકો       જાન્યુઆરી ડિસેમ્બર
અસારવા 11,745  23
ઘાટલોડિયા  2,049   02
મણિનગર  7,110  57
સાબરમતી   4,848   49
વટવા   2,327  06
વેજલપુર  1,964  01
બાવળા  3,292  640
દસક્રોઈ  2,411  154
દેત્રોજ   1,026   371
ધંધુકા    1,600   248
ધોલેરા   313   132
ધોળકા   3,753   376
માંડલ   554     97
સાણંદ   5161    430
વિરમગામ   1,222    338

દર મહિને લાભાર્થીઓની ઘટેલી સંખ્યા

મહિનો લાભાર્થીની સંખ્યા
જાન્યુઆરી     49,375
ફેબ્રુઆરી 49,597
માર્ચ  49,999
એપ્રિલ  22,485
મે   19,101
જૂન   13,640
જુલાઈ       3,262
ઓગસ્ટ 3,244
સપ્ટેમ્બર     2,856
ઓક્ટોબર    2,900
નવેમ્બર  2,909
ડિસેમ્બર  2,924

આ કોઈ આક્ષેપબાજી નથી પરંતુ વિધાનસભામાં રજૂ થયેલા આંકડા છે. પેન્શનના નિયમોમાં ફેરફાર થવા, કોઈ પેન્શનરનું મૃત્યુ થવું કે અન્ય ટેકનિકલ કારણોસર પેન્શનર સંખ્યામાં વધઘટ થવી યોગ્ય છે. પરંતુ એક જ વર્ષમાં લાભાર્થીની સંખ્યામાં થયેલો આટલો મોટો ઘટાડો તપાસનો વિષય બન્યો છે. પેન્શન વિતરણમાં ચાલતી આવી પોલમપોલના લીધે જરૂરિયાતમંદો સુધી આ યોજનાનો લાભ પહોંચતો જ નહીં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો