મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત, ટેકા ભાવે રજીસ્ટ્રેશનની મુદત વધારાઈ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે મગફળ

Rajkot: સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત, ટેકા ભાવે રજીસ્ટ્રેશનની મુદત વધારાઈ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકને ટેકા ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત 22 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ પહેલાં 15 સપ્ટેમ્બર સુધીની મુદત હતી, પરંતુ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ખેડૂતોએ i-સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં હજુ અનેકને તક મળી નથી, તેથી આ મુદત વધારવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્કેટિંગ યાર્ડ કરતા ટેકાના ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરશે. ખેડૂતો આ યોજનાનો લાભ લઈને વધુ આવક મેળવશે.

આ સમાચાર શેર કરો