VIDEO: અમદાવાદમાં બ્લડ પ્લાઝ્મા રેકેટમાં મોટી સફળતા: મહારાષ્ટ્રની બે બ્લડ બેંકના માલિકોની ધરપકડ
અમદાવાદના બ્લડ પ્લાઝ્મા રેકેટ મામલે પોલીસે વધુ કાર્યવાહ

અમદાવાદના બ્લડ પ્લાઝ્મા રેકેટ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રની બે બ્લડ બેંકના માલિકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ મુખ્ય આરોપી દિનેશ પાસેથી બ્લડ પ્લાઝ્માની ખરીદી કરતા હતા. આ કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર નેટવર્કની કડી શોધવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. આ રેકેટમાં અન્ય લોકો અથવા સંસ્થાઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસે વધુ મહત્વના ખુલાસાની શક્યતા વ્યક્ત કરી છે.




