VIDEO : અમદાવાદમાં વિદ્યાર્થી પર અત્યાચારનો આરોપ, ચાણક્ય સ્કૂલ સામે ABVPનું આંદોલન
અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ક્રૂરતાપૂર્

અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ક્રૂરતાપૂર્વક લાફો મારવાની ઘટના સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ ચકચારી ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ સ્કૂલ કેમ્પસમાં એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભોગ બનનાર વિદ્યાર્થીને કાનના ભાગે ગંભીર ઈજા થતાં તેનો કાનનો પડદો ફાટી ગયો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે શાળા પ્રશાસન પોતે ફરિયાદી બનીને જવાબદાર શિક્ષક વિરૂદ્ધ કડક પોલીસ ફરિયાદ નોંધાવે. આ સાથે જ ભવિષ્યમાં આવી કોઈ પણ હિંસક ઘટના ન બને તેની લેખિત બાંહેધરી આપવા પણ દબાણ કરાયું છે. વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.




