માધાપરમાં એક્ટિવા સ્લીપ થતા ભૂજની મહિલા કૉલેજની શિક્ષિકાનું મોત
કચ્છ સહિત રાજ્યમાં સતત અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

કચ્છ સહિત રાજ્યમાં સતત અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ વધી રહી હોવાનું સામે આવ્યું છે.
માધાપર પોલીસ સ્ટેશનની બાજુમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વહેલી સવારે કૉલેજમાં નોકરીએ જતી યુવતીની એક્ટિવા અચાનક માર્ગમાં સ્લીપ થઈ ગઈ હતી. એકટિવા સ્લીપ થતા બાજુમાં જતા મસમોટા ટ્રેલરના ટાયરમાં યુવતી આવી ગઈ ગઈ અને માર્ગ પર રીતસરની ઢસડાઈ હતી. જે બાદ યુવતીને ગંભીર ઈજાઓ થતા તેને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે દરમિયાન સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હતભાગી યુવતી ભૂજની મહિલા કૉલેજમાં પીટી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું.




