મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રણસંગ્રામ! ઓવરબ્રિજની કામગીરી શરૂ થતા જ ભુજના ખેડૂતો રસ્તા પર ઉતર્યા

કચ્છના ભુજ પાસે આવેલા રેલડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીના ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ઉગ

કચ્છના ભુજ પાસે આવેલા રેલડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીના ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઓવરબ્રિજની કામગીરીને કારણે આશરે 19 જેટલા ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જવાની ભીતિ સેવાતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો, જેના પગલે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી. જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને આ મામલો અત્યારે ગરમાયો છે.

આ સમાચાર શેર કરો