VIDEO : Kutch ભુજના દેશલપર ત્રણ રસ્તા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
ભુજના દેશલપર ત્રણ રસ્તા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ

ભુજના દેશલપર ત્રણ રસ્તા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. નલિયા નખત્રાણા દેશલપર ત્રિભેટે અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ જોખમી માર્ગ પર સત્વરે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.




