Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Fire breaks out in hospital and medical store in Bhavnagar, fire brigade brings the fire under control after much effort

VIDEO: ભાવનગરમાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભાવનગર શહેરના શિવાજી સર્કલથી ભરતનગર રોડ પર આજે એક ભીષણ આગની ઘટના સામે આવી છે. અહીં આવેલી હસ્તી મેડિકલ એજન્સી અને તેની બાજુમાં આવેલી સીતારામ હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગના ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા.

App Store

મેડિકલ સ્ટોર અને હોસ્પિટલને મોટું નુકસાન
આગ એટલી પ્રચંડ હતી કે હસ્તી મેડિકલ એજન્સીમાં રાખવામાં આવેલો દવાનો જથ્થો અને ફર્નિચર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. આગની ઝપટમાં સીતારામ હોસ્પિટલ પણ આવી જતા ત્યાં પણ મસમોટું નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. સદનસીબે, આગ લાગી ત્યારે હોસ્પિટલમાંથી દર્દીઓ અને સ્ટાફને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

ફાયર વિભાગની કામગીરી
ઘટનાની જાણ થતા જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જોકે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.