VIDEO: મહુવા પંથકમાં 150થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર, 70 બાળકો સારવાર હેઠળ
સોર્સ : GSTV
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામે 150થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી છે. લોંગડી પ્રાથમિક શાળા નજીક મહાવીર સમાજના રામપીર મંદિરના આગેવાનો દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તેઓને મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળતી માહિતી મુજબ હાલ 70 વિદ્યાર્થીઓ સરકારી સહીત જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

