ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો, નગરપાલિકાના પ્રમુખે આપ્યું રાજીનામું

ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપનો આંતરિક વિખવાદ વધ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામડે રાજીનામું આપ્યું છે.પ્રમુખ દ્વારા 29 દિવસ બાદ રાજીનામું જાહેર કર્યું છે.
ભાજપ બોડીના સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે વકર્યો હતો વિખવાદ
મળતા અહેવાલ પ્રમાણે વલભીપુર નગરપાલિકામાં ભાજપ બોડીના સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરા: કચરાની ગાડીની અડફેટે બાળકના મોતનો મામલો, ડ્રાઈવર લાયસન્સ વગર ચલાવતો હતો વાહન
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નગરપાલિકા પ્રમુખનું રાજીનામું
આ વિવાદનું પરિણામ એ આવ્યું છે કે નગરપાલિકાના પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નગરપાલિકા પ્રમુખના રાજીનામાથી વલ્લભીપુરનું રાજકારણ ગરમાયું છે.

