Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Heavy rain in Bhavnagar

VIDEO: Bhavnagarમાં ભારે વરસાદ, દુધાળા સહિતના ગામડાની બજારોમાં જાણે નદીઓ વહી

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2025
લાઇવ ટીવીGoogle News

ભાવનગર જિલ્લાના પાલિતાણાના દુધાળા ગામે ગત રાત્રિથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે ગામની બજારોમાં જાણે નદી વહેતી થઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગે 3 દિવસ વરસાદનું એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઘણી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. 

App Store

ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 101 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 101થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 9.06 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 7.28 ઈંચ, ભાવનગરના મહુવામાં 6.93 ઈંચ, તળાજામાં 3.31 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 3.03 ઈંચ, ભાવનગરના સિહોરમાં 2.72 ઈંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 2.28 ઈંચ, રાજકોટના જેતપુરમાં 2.05 ઈંચ વરસાદ ખાબક્યો છે.