VIDEO: એક્સપાયરી તારીખવાળી દવાઓ અને વેક્સિન આપ્યાનો આરોગ્ય વિભાગ પર આરોપ
ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ પર ગંભીર બેદરકારીના આરોપો લાગ્યા છે. જિલ્લાના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી તારીખવાળી દવાઓ અને વેક્સિન આપવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી તારીખવાળી વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઘટના અંગે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને તેમનું મૌન ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીએ આ મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો છે અને આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે

