Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Case of students washing principal's car comes to light

VIDEO: Bhavnagarમાં શાળાના આચાર્યની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવાડવવાનો કિસ્સો સામે આવ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતમાંથી બાળ મજૂરી કરાવવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ટૂંક સમય પહેલા જ રાજકોટમાંથી બાળકોનું રેસ્કયુ કરાયું હતું. એવામાં ભાવનગરની એક શાળામાંથી બાળ મજૂરીનો વીડિયો સામે આવી રહ્યો છે. ભાવનગરના કમળેજ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

App Store

શાળાના આચાર્યની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવાડી રહ્યા છે. ચાલુ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી આચાર્ય વિજય પુરોહિતની કારને સાફ કરવી રહ્યા છે. વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે તે માટે શાળામાં અભ્યાસક્રમ માટે આવતા હોય છે, પરંતુ શાળામાં આચાર્યની મનમાનીના કારણે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ છોડીને મજૂરી કરવા માટે લાચાર બન્યા છે. ભાવનગરના કમળેજ પ્રાથમિક શાળામાંથી આ વીડિયો બહાર આવ્યો છે.

નોંધ :-  આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી. GSTVના આ વાયરલ વીડિયોને સાથે કોઈ લેવાદેવા નથી.