VIDEO: ભાવનગર: ભરતનગરમાં ગુજરાત હાઉસિંગના મકાનનો જર્જરિત દાદરો તૂટી પડ્યો; જાનહાનિ ટળી
સોર્સ : gstv
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી શિવનગર ગુજરાત હાઉસિંગ કોલોનીમાં ત્રણ માળના જર્જરિત મકાનનો દાદર અચાનક તૂટી પડતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આવેલા અનેક મકાનો જર્જરિત હાલતમાં હોવાથી આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. રહિશોએ તંત્ર સમક્ષ જર્જરિત મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની અને સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે.

