Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: Cultivable rainfall in coastal villages of Talaja-Mahuwa

VIDEO: ભાવનગર: તળાજા-મહુવાના દરિયાકાંઠાના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ આગમન કર્યું છે. ઊંચકોટડા, કલસાર, દાઠા, મેથળા, ઝંઝમેર, ગોપનાથ, પીથલપુર અને વેજોદરી સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોને રાહત મળી છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે ખેતીને નવજીવન મળ્યું છે અને ખેડૂતો ઉત્સાહભેર વાવણીના કામમાં જોડાયા છે. વરસાદી માહોલથી ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

App Store