Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: 40-year-old man lured a minor and raped her

ભાવનગર: 40 વર્ષના શખ્સે સગીરાને ફસાવીને આચર્યું દુષ્કર્મ, નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ભાવનગર: 40 વર્ષના શખ્સે સગીરાને ફસાવીને આચર્યું દુષ્કર્મ, નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, સભ્ય સમાજને શર્મસાર કરે તેની ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમામે  ભાવનગરના કલ્યાણનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એક નરાધમ શખ્સે દીકરીની ઉંમરની એક સગીરા સાથે પરિચય કેળવી લલચાવી-ફોસલાવી તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી લીધો હતો.

App Store

સગીરા સાથે પરિચય કેળવીને દુષ્કર્મ આચર્યું

જીતેન્દ્ર ચીમનભાઈ ડોડીયા (ઉ.વ ૪૦) નામના શખ્સે સગીરા સાથે પરિચય કેળવીને દુષ્કર્મ આચર્યું હતું. શખ્સની હેવાનિયતનો ભોગ બનતા સગીરા સૂનમૂન થઈ રહેતી હતી. જેથી પરિવારને શંકા જતાં સગીરાની પૂછપરછ આદરી હતી. સગીરાએ રડતાં રડતાં જણાવ્યું કે જીતેન્દ્ર ડોડિયાએ પ્રથમ પરિચય કેળવ્યા બાદ તેણી સાથે કુકર્મ કર્યું હતું. સમગ્ર ઘટના સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, અને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો: BZ કૌભાંડ: પોલીસ અધિકારીના ખાનગી બંગલે પહોંચી CID ક્રાઈમ, ભુપેન્દ્રસિંહ દ્વારા મળેલી કાર અને ફોનની તપાસ

બોરતળાવ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

આ બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસ મથકમાં જીતેન્દ્ર ડોડિયા વિરૂદ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવતા નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા માટે બોરતળાવ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી જીતેન્દ્ર ચીમનભાઈ ડોડીયાને ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો.