Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Another complaint filed against Aam Aadmi Party leader Raju Karpada

Bhavnagr news: આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, જાણો શું છે મામલો

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bhavnagr news: આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, જાણો શું છે મામલો
સોર્સ : gstv

ગુજરાતના  ભાવનગર જિલ્લા જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.મળતા અહેવાલ પ્રમાણે  આ ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે.રાજુ કરપડા જેલમાં હોવા છતાં, સોશ્યલ મીડિયામાં સુરેન્દ્રનગરના એક સંમેલનમાં લોકોને હાજર રહેવા માટેનો એક વીડિયો વાયરલ થયો હતો.

App Store

આ વીડિયો 29 ઓક્ટોબરે રિલીઝ કરાયો

આ વીડિયો 29 ઓક્ટોબરે રિલીઝ કરાયો હતો. આ વીડિયો અગાઉ સાસણ ગીરમાં બનાવવામાં આવ્યો હોવા છતાં, તે જેલમાંથી વાયરલ કરવામાં આવ્યો હોય તેવો લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વીડિયો મામલે ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદ નોંધાતા બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થશે

 જ્યારે બીજી ફરિયાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને જિલ્લા જેલમાં હોવા છતાં તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે ફરિયાદ દાખલ થતાં બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થશે.