મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: સોડવદરા ગામમાંથી SOGની ટીમે દરોડા પાડ્યા, ગાંજાના ખેતર સાથે આરોપીને દબોચ્યો

રાજ્યમાંથી છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાતું રહે છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં

ભાવનગર: સોડવદરા ગામમાંથી SOGની ટીમે દરોડા પાડ્યા, ગાંજાના ખેતર સાથે આરોપીને દબોચ્યો

 રાજ્યમાંથી છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધિત ડ્રગ્સ  ઝડપાતું રહે છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ગાંજાના છોડ પણ ઝડપાતા રહેતા હોય છે.  ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળના સોડવદરા ગામમાંથી SOGની ટીમે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું,

 SOGની ટીમે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું

ભાવનગર SOG અને વરતેજ પોલીસને બાતમી મળી હતી કે સોડવદરા ગામમાં ગાંજાનું વાવતેર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે  SOG અને વરતેજ પોલીસે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: ભૂજની પ્રાથમિક શાળાની વિધાર્થીનીઓ પર અત્યાચાર, સંચાલકોએ સાફ કરાવ્યો જાહેર માર્ગ અને સ્કૂલની દીવાલો

વાલજીભાઈ સોલંકીની વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું 

દરોડામાં તપાસ કરતા ગાંજાના 70 છોડ  મળી આવ્યા હતા. આ છોડનો કબ્જે કર્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  સોડવદરા ગામે વાલજીભાઈ સોલંકીની વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે 2 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના 52 કિલો ગાંજાના છોડ કબજે  લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

આ સમાચાર શેર કરો