મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર/ સિદસરના બોર તળાવમાં 4 બાળકીના ડૂબી જતા મોત, એકનું રેસ્ક્યૂ કરાયું

ભાવનગરના સિદસરમાં આવેલા બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જતા ચારના મોત થયા છે જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી છે.બ

ભાવનગર/ સિદસરના બોર તળાવમાં 4 બાળકીના ડૂબી જતા મોત, એકનું રેસ્ક્યૂ કરાયું

ભાવનગરના સિદસરમાં આવેલા બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જતા ચારના મોત થયા છે જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી છે.બોર તળાવ નજીક મફત નગરમાં રહેતી પાંચ બાળકીઓ કપડા ધોવા માટે પહોંચી હતી આ દરમિયાન આ ઘટના બની છે.

બાળકીઓ પાણીમાં ન્હાવા પડી હતી, તે દરમ્યાન અચાનક ડૂબવા લાગી હતી. આ દ્રશ્યો જોઈને સ્થાનિક તરવૈયા તેમને બચાવવા માટે કૂદ્યા હતા. પરંતુ આ દુ:ખદ ઘટનામાં 4 બાળકીઓના મોત નિપજ્યા હતા, તો એકને બચાવી લેવામાં આવી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીઓના અચાનક મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

૧. અર્ચનાબેન હરેશભાઈ ડાભી   ઉ.વ.આ.૧૭ (ડેથ)

૨. રાશીબેન મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૯(ડેથ)

૩. કાંજલબેન વિજયભાઈ જાંબુચા ઉ.વ.આ.૧૨(ડેથ)

૪. કોમલબેન મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૧૩(ડેથ)

સારવાર હેઠળ

૧. કિંજલ મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૧૨(સારવાર હેઠળ)

આ સમાચાર શેર કરો