VIDEO: અંકલેશ્વરની ખરોડ ચોક્ડી નજીક ટ્રકે ટેમ્પોને અડફેટે લેતા મહિલાનું મોત, પાંચ લોકોનો આબાદ બચાવ
સોર્સ : gstv,ai
ભરૂચના અંકલેશ્વર પાસે ખરોડ ચોક્ડી નજીક અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ છે. ટ્રકે ટેમ્પોને ગાડીને જોરદાર ટક્કર મારતા એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. મધ્યપ્રદેશના જાંબુઆના વતની અલ્કેશ ભુરિયા પોતાના પરિવાર અને સાળાના પરિવાર સાથે ટેમ્પો સુરત કડિયાકામ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ટેમા ઇન્ડિયા કંપની સામે પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતાં ટક્કર મારી હતી, જેમાં ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ૩૦ વર્ષીય સુરાતાબેન ડામોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, ટેમ્પામાં સવાર બાળકો સહિત અન્ય પાંચ લોકોનો આબાદ બચાવ થયો છે.

