Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Chakkajam in Bharuch with demand to make local buses toll free! Long queues of vehicles on the highway, traffic jam for hours

VIDEO: ભરૂચમાં લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ચક્કાજામ! હાઈવે પર વાહનોની લાંબી કતારો, કલાકો સુધી ટ્રાફિક જામથી હાલાકી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર  સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે વિરોધ નોંધાવી ટ્રાન્સપોર્ટના સંચાલકો અને ડ્રાઇવરો ટોલ ન ભરવાની માંગ સાથે બસોને ટોલ પ્લાઝા પર જ ઉભી રાખતા પરિસ્થિતિ તંગ બની હતી અને  મુલદ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

App Store

વિરોધનું મુખ્ય કારણ અને ડ્રાઈવરોનો આક્રોશ
વિરોધ કરી રહેલા ટ્રાવેલ્સ સંચાલકોનો મુખ્ય આક્ષેપ છે કે સ્થાનિક સ્તરે દોડતા વાહનો પાસેથી ટોલ વસૂલવો તદ્દન અયોગ્ય છે. ડ્રાઈવરોએ રોષે ભરાઈને પોતાની બસો ટોલ લેન પર જ ઉભી રાખી દીધી હતી. ડ્રાઈવરોનું કહેવું છે કે, "જ્યારે પણ બ્રિજ પર કોઈ વાહન બગડે છે ત્યારે તેને હટાવવામાં કલાકો નીકળી જાય છે, જેના કારણે અમારે ટ્રાફિકમાં અટવાવું પડે છે. જો સુવિધા જ ન મળતી હોય અને બે-બે કલાક જામમાં ઉભા રહેવું પડતું હોય, તો પછી અમે ટોલ શા માટે ભરીએ?" તેમણે માંગ કરી છે કે સ્થાનિક ટ્રાવેલ્સની બસો માટે ટોલ ફ્રી વ્યવસ્થા કરવામાં આવે.

ટોલ પ્લાઝા અને તંત્રનો પક્ષ
સામે પક્ષે, ટોલ પ્લાઝાના સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓ માત્ર સરકારના નિયમોનું પાલન કરી રહ્યા છે અને નિયમ મુજબ જ ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ડ્રાઇવરોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. કલાકોની જહેમત બાદ બસોને હટાવી ટ્રાફિક સામાન્ય બનાવવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકોની હાલાકી સ્પષ્ટ જોઈ શકાય છે.

સમસ્યાનું નિવારણ અનિવાર્ય
સ્થાનિક લોકો માટે વારંવાર સર્જાતી આ સમસ્યાનું નિવારણ લાવવું ખૂબ જ મહત્ત્વનું છે. એક તરફ ટેક્નોલૉજી અને ફાસ્ટેગ દ્વારા ટોલ પ્રક્રિયા ઝડપી બનાવવાનો દાવો કરાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત છે. આ વિવાદ આગામી સમયમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.