Bharuch news: દહેજમાં ટ્રકચાલકે બે બાળકોને કચડ્યા, આરોપી ડ્રાઈવરની ગણતરીના કલાકોમાં ધરપકડ

સોર્સ : GSTV
દહેજની એન્વાયરો કોલોનીમાં કોંક્રીટ મિક્સર ટ્રકે કડિયાકામ કરતા પરિવારના બે બાળકોને અડફેટે લેતા બન્નેના કચડાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.
બે બાળકોના કરુણ મોત
ભરૂચના દહેજમાં એન્વાયરો કોલોનીમાં હિટ-એન્ડ-રનની ઘટના સર્જાઈ હતી. કંપનીની અંદર કોંક્રીટ મિક્સર ટ્રકનો અડફેટ લાગતા 7 વર્ષીય રમીલા અને 1 વર્ષીય વૈદિક નામના બાળકોના મોત નિપજ્યા છે. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. દહેજ પોલીસે ગુનો નોંધીને બંને બાળકોના મૃતદેહ કબજે લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને થોડા જ કલાકોમાં ફરાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે.

