Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Security guard arrested with gun at Federal Bank in Ankleshwar, had been keeping the weapon without permission for 10 months

Bharuch news: અંકલેશ્વરમાં ફેડેરલ બેંકમાં બંદૂક સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ, 10 મહિનાથી પરવાનગી વગર રાખતો હતો હથિયાર

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Bharuch news: અંકલેશ્વરમાં ફેડેરલ બેંકમાં બંદૂક સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ, 10 મહિનાથી પરવાનગી વગર રાખતો હતો હથિયાર
સોર્સ : GSTV

Bharuch news: ભરૂચ જિલ્લા એસઓજી પોલીસે અંકલેશ્વરમાં મામલતદાર કચેરી સામે આવેલી ફેડેરલ બેંકમાં દરોડો પાડીને એક હથિયારધારી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના હથિયાર પરવાનાના આધારે છેલ્લા 10 મહિનાથી બેંકમાં નોકરી કરતો આ ગાર્ડ સ્થાનિક તંત્રના કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર હથિયાર રાખતો હોવાનું બહાર આવ્યું છે.

App Store

શું છે સમગ્ર મામલો? 
ભરૂચ એસઓજીનો સ્ટાફ જ્યારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને બાતમી મળી હતી કે ફેડેરલ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો જય સુરેન્દ્રનાથ મિશ્રા હથિયાર પરવાનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. પોલીસની તપાસમાં ખુલ્યું કે ગાર્ડ પાસે ઉત્તર પ્રદેશનો પરવાનો તો હતો, પરંતુ તેણે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કે સ્થાનિક પોલીસ મથકમાં હથિયાર અંગેની કોઈ પણ નોંધણી કરાવી ન હતી.

મુદ્દામાલ અને કાર્યવાહી 
એસઓજીની ટીમે ગાર્ડ પાસેથી રૂપિયા 25,000ની કિંમતની એક સિંગલ બેરલ બંદૂક અને રૂપિયા 500ની કિંમતના 5 નંગ જીવતા કારતૂસ મળી કુલ રૂપિયા 25,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે 'સીઆઈએસબી સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ' (CISB) એજન્સી મારફતે બેંકમાં નોકરી કરતો હતો. હાલમાં પોલીસે તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.