Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: Attention rail passengers! Patan DEMU cancelled due to block on Ahmedabad-Mehsana route, routes of many trains changed, know details

Indian Railways: રેલ મુસાફરો ધ્યાન આપે! અમદાવાદ-મહેસાણા રૂટ પર બ્લોકને કારણે પાટણ ડેમુ રદ, અનેક ટ્રેનોના માર્ગ બદલાયા, જાણો વિગત

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Indian Railways: રેલ મુસાફરો ધ્યાન આપે! અમદાવાદ-મહેસાણા રૂટ પર બ્લોકને કારણે પાટણ ડેમુ રદ, અનેક ટ્રેનોના માર્ગ બદલાયા, જાણો વિગત
સોર્સ : GSTV

Indian Railways:  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે માળખાગત સુવિધાઓના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા અને જગુદન સ્ટેશનો વચ્ચે તેમજ ડાંગરવા સ્ટેશન યાર્ડમાં બ્રિજ પુનર્નિર્માણના કાર્ય માટે તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ વિશેષ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જતી કેટલીક ટ્રેનોના શિડ્યુલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

App Store

સંપૂર્ણપણે રદ રહેનારી ટ્રેન
તારીખ 05.02.2026ના રોજ નીચે મુજબની ટ્રેન દોડશે નહીં:

ટ્રેન સંખ્યા 79435/79436: સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ (DEMU) ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો
દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતને જોડતી મહત્વની ટ્રેન પર બ્લોકની અસર જોવા મળશે:

વલસાડ–વડનગર એક્સપ્રેસ (20959/20960): આ ટ્રેન 5 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર કેપિટલથી વડનગર વચ્ચે રદ રહેશે. એટલે કે, આ ટ્રેન વલસાડથી ઉપડીને માત્ર ગાંધીનગર સુધી જ આવશે અને ત્યાંથી જ પરત જશે.

માર્ગ બદલાયેલી ટ્રેનો (Diverted Trains)
આજની (4 ફેબ્રુઆરી) કેટલીક ટ્રેનો મહેસાણા-આંબલિયાસણ-કલોલના મુખ્ય માર્ગને બદલે અન્ય રૂટ પરથી દોડશે: 1. યોગનગરી ઋષિકેશ–સાબરમતી એક્સપ્રેસ (19032): મહેસાણા–કટોસણ રોડ–કલોલ થઈને દોડશે. 2. દૌલતપુર ચોક–સાબરમતી એક્સપ્રેસ (19412): આ ટ્રેન પણ પરિવર્તિત માર્ગ મહેસાણા–કટોસણ રોડ–કલોલ થઈને સાબરમતી પહોંચશે.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરી લે, જેથી કોઈ મુશ્કેલી ન પડે.