Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Patidars face to face in Surat: Is it a matter of making a constitution by becoming the arm of a political party? KK Patel makes serious allegations against Mathur Savani

VIDEO: સુરતમાં પાટીદારો આમને-સામને: રાજકીય પાર્ટીના હાથા બનીને બંધારણ બનાવવાની વાત છે? કે.કે. પટેલનો મથુર સવાણી પર ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પદ્મશ્રી મથુર સવાણી દ્વારા પાટીદાર સમાજનું અલગ 'બંધારણ' બનાવવાની વાત વહેતી કરવામાં આવતા જ સમાજમાં આંતરિક જૂથવાદ અને વિરોધના સૂર તેજ થયા છે. પાટીદાર સમાજના અગ્રણી કાંતિ કેશવ પટેલ (કે.કે. પટેલ) એ આ મુદ્દે મથુર સવાણી સામે ગંભીર સવાલો ઉઠાવીને તેમને રાજકીય પાર્ટીના હાથા ગણાવ્યા છે.

App Store

આંદોલન અને ખેડૂતોના સમયે ક્યાં હતા? 
કે.કે. પટેલે આક્રમક અંદાજમાં પૂછ્યું હતું કે, જ્યારે પાટીદાર યુવાનોએ હક્ક માટે આંદોલન કર્યા ત્યારે આ નેતાઓ ક્યાં છુપાયા હતા? ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો મુશ્કેલીમાં છે, ત્યારે સમાજની ચિંતા કેમ ન થઈ? તેમણે આક્ષેપ કર્યો કે મથુર સવાણી માત્ર સત્તાધારી પક્ષની ચાંપલૂસી કરવા માટે સમાજના નામે આવું બંધારણ બનાવી રહ્યા છે.

ડાયમંડ બુર્સ 
'સફેદ હાથી' અને શિક્ષણનું ખાનગીકરણ કે.કે. પટેલે સુરત ડાયમંડ બુર્સને 'સફેદ હાથી' સાથે સરખાવતા કહ્યું કે, ઉદ્યોગપતિઓની ચિંતા કરનારા નેતાઓ હીરાના વીમાની કે રત્નકલાકારોની વાત કેમ નથી કરતા? શિક્ષણનું જે રીતે ખાનગીકરણ થઈ રહ્યું છે, તેના માટે કોઈ બંધારણ કેમ નથી બનાવવામાં આવતું? તેમણે ઉમેર્યું કે "પોતાના જ ડાકલા અને પોતાના જ પિતાના ભુવા" જેવી આ સ્થિતિ છે, જેમાં યુવાનોએ જાગૃત થઈને બહાર આવવાની જરૂર છે.