VIDEO: વીરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કર્યાને 25 વર્ષ પૂર્ણ: વિશ્વનું એકમાત્ર અદભુત ધામ જ્યાં રૂપિયો પણ દાનમાં લેવાતો નથી
VIDEO: રાજકોટ જિલ્લાના વીરપુર ગામે આવેલું વિશ્વવિખ્યાત જલારામ બાપાનું મંદિર આજે માનવતા અને નિઃસ્વાર્થ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંત શિરોમણી જલારામ બાપાએ આજથી 206 વર્ષ પહેલાં અહીં સદાવ્રત અને અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. પરંતુ આ મંદિરના ઈતિહાસમાં સૌથી મોટો અને ઐતિહાસિક વળાંક 25 વર્ષ પહેલાં આવ્યો હતો. 9 ફેબ્રુઆરી 2000ના રોજ મહાસુદ બીજના પવિત્ર દિવસે મંદિરના પૂર્વ ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપાએ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો હતો કે હવેથી બાપાના ચરણે કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં.
આજે આ ઐતિહાસિક નિર્ણયને 25 વર્ષ પૂર્ણ થઈ ગયા છે વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં સોનું, ચાંદી કે એક રૂપિયો પણ દાન તરીકે સ્વીકારવામાં આવતો નથી. તેમ છતાં, અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે 365 દિવસ અવિરતપણે અન્નક્ષેત્ર ચાલતું રહે છે. દેશ-વિદેશથી આવતા ભક્તો બાપાના દર્શન કરી અને અહીંનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.
જલારામ બાપાની જગ્યા સામે મારી દુકાન છે. આજથી 206 વર્ષ પહેલાં સદાવ્રત અને અન્નક્ષેત્રનો પ્રારંભ થયો હતો. પરંતુ આજથી 25 વર્ષ પહેલાં 9 ફેબ્રુઆરી 2000ના રોજ પૂજ્ય જયસુખરામ બાપાએ ઐતિહાસિક નિર્ણય લીધો કે મંદિરમાં ચાંદી, સોનું કે એક રૂપિયો પણ દાનમાં લેવો નહીં. આજે આ નિર્ણયને 25 વર્ષ પૂર્ણ થયા છે અને લાખો ભક્તો અહીં આવીને ધન્યતા અનુભવે છે.
નવસારી જિલ્લાથી દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુના જણાવ્યા મુજબ. અમારા ફેમિલીમાં જે NRI છે તે લોકો પણ ઈન્ડિયા આવે ત્યારે એરપોર્ટથી સીધા આ મંદિરે દર્શન કરવા આવે છે. આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કોઈ પણ જાતનું રોકડ કે દાન સ્વીકારવામાં આવતું નથી. જો તમે જબરદસ્તી પણ દાન મૂકવાની ટ્રાય કરો તો તેઓ પાછું આપી દે છે અને દાન વગર અહીં 365 દિવસ અન્નક્ષેત્ર ચાલે છે.

