Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Record-breaking increase in sugarcane prices

VIDEO: Bharuch / શેરડીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ટન દીઠ રૂ.3,101 જાહેર કરાતા ખેડૂતોમાં આનંદની લહેર

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીએ આ વર્ષે શેરડીના ભાવ જાહેર કરીને ખેડૂતોમાં આનંદની લહેર ફેલાવી દીધી છે. સુગરના સંચાલન માટે રચાયેલી કસ્ટોડિયન કમિટીએ સંસ્થા અને સભાસદ ખેડૂતોના સંયુક્ત હિતમાં ઐતિહાસિક નિર્ણય લઈ, શેરડીના પ્રતિ ટન રૂ.3,101નો ભાવ જાહેર કર્યો છે.

App Store

મળતી માહિતી મુજબ, 6 દિવસના અંતરાલ બાદ સોમવારે ગણેશ સુગર દ્વારા શેરડીના ભાવની જાહેરાત કરવામાં આવી હતી. કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, વાલિયા એપીએમસીના ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ભાર્મેન્દ્રસિંહ વાંસદિયા અને કસ્ટોડિયન સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે, સંસ્થા અને સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને રૂ.3,101 પ્રતિ ટન ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સુગર દ્વારા વિકાસ ફંડ માટે પ્રતિ ટન રૂ. 31ની કપાત પણ કરવામાં આવી છે.

વાલિયા તાલુકામાં પહેલીવાર તમામ સહકારી મંડળીઓના આગેવાનો એકઠા થઈને સંસ્થા અને સભાસદોના હિતમાં આગળ વધવાની લાગણી વ્યક્ત કરી છે. આ નિર્ણયથી વિસ્તારના શેરડી પકવતા હજારો ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. ભાવની જાહેરાત થતા જ ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને તેઓએ કસ્ટોડિયન કમિટીના આ નિર્ણયને આવકાર્યો છે.