VIDEO: અંકલેશ્વરમાં વરસાદી આફત શોપિંગ કોમ્પ્લેક્સની છત ધરાશાયી થતાં મચી અફરાતફરી
સોર્સ : gstv
અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં અચાનક છતનો આગળનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સની છતનો મોટો હિસ્સો તૂટીને નીચે આવેલી દુકાન પર પડતાં આસપાસના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ઘટના સમયે દુકાનમાં અને આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ નથી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટનાએ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો અને કોમ્પ્લેક્સની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા આવી જોખમી ઇમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

