Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Fake policeman arrested from Bharuch

ભરુચઃ નકલી પોલીસે પ્રેમી પંખીડા પાસે તોડપાણી કરી મોપેડ પડાવી લીધું, અસલી પોલીસે આ રીતે ફોડ્યો ભાંડો!

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ભરુચઃ નકલી પોલીસે પ્રેમી પંખીડા પાસે તોડપાણી કરી મોપેડ પડાવી લીધું, અસલી પોલીસે આ રીતે ફોડ્યો ભાંડો!

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસકર્મીને ઝડપી પાડ્યો છે.  મોપેડ અને પોલીસ કેપ જપ્ત કરી તેને લોકઅપ ભેગો કર્યો છે. આ શખ્સ પોલીસના નામે તોડ કરતો હતો દરમિયાન અસલી પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

App Store

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને પોલીસના નામે ઝાડેશ્વર વિસ્તારમાં તોડ કરાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારે પોલીસ દ્વારા નર્મદા કિનારે અને ટોલ ટેક્ષ વિસ્તારમાં સીસીટીવી એનાલીસીસ કરવામા આવ્યું હતું. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર દીપસિંહ તુવરને એક શંકાસ્પદ મોપેડ ચાલક નજરે પડતા તેની તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી પોલીસની કેપ મળી આવી હતી. તેની પુછતાછ કરતા તેનું નામ રાજા બમભાણીયા અને અમરેલી જિલ્લાના જાફરાબાદનો હોવાનું જાણવા મળ્યું હતું.  

પોલીસની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, નર્મદા કિનારા વિસ્તારમાં લટાર મારી પ્રેમી પંખીડાઓને શોધતો હતો. પ્રેમી યુગલ આગળ પોલીસનો રોફ દેખાડી તે તોડ કરતો હતો.જેમાં આ મોપેડ તેણે પડાવી લીધું હોવાનું પણ કબૂલ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસકર્મી રાજા બાંભણિયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.