Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : ED conducts search operation at Vandana Chemical Company located in GIDC, raids conducted at 20 places

VIDEO: GIDC સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે EDનું સર્ચ ઓપરેશન, 20 સ્થળોએ દરોડા પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વર GIDC સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ કુખ્યાત ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી છે. EDની ટીમોએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે સુરત, રાજકોટ અને મુંબઈ સહિત આશરે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

App Store

તપાસ દરમિયાન કંપનીના નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો અને કમ્પ્યુટર ડેટાની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. જોકે, એજન્સી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર આરોપ જાહેર કરાયો નથી. તપાસનો મુખ્ય હેતુ મેફેડ્રોન અને મેથામ્ફેટામિન જેવા સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા પ્રીકર્સર કેમિકલ્સની સપ્લાય ચેઇન અને તેના ગેરકાયદે નાણાકીય નેટવર્કની કડીઓ શોધવાનો છે.