VIDEO: Bharuch / અંકલેશ્વરમાં દેશી બનાવટના તમંચા અને 4 જીવતા કારતુસ સાથે 2 શખ્સોની ધરપકડ
અંકલેશ્વરના સારંગપુર ગામના આદર્શનગર વિસ્તારના એક પ્લોટમાં આવેલા રૂમમાંથી પોલીસે દેશી બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુર ગામના આદર્શનગર પ્લોટમાં આવેલા એક રૂમમાં કેટલાક શખ્સો ગેરકાયદે હથિયારો સાથે છુપાયા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસને પંકજ સરફેવ મંડલ અને શિવનંદન દિલીપ મંડલ નામના બે શખ્સો પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. સાથે એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે રૂ 10 હજારનો તમંચો ,ચાર જીવતા કારતુસ અને મોબાઈલ મળી કુલ રૂ 15 હજાર ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

