મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચ જામા મસ્જિદ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, રાજ્ય સરકાર અને ASI ને પાઠવી નોટિસ,

સોર્સ: gstv

ભરૂચની જામા મસ્જિદને પ્રાચીન જૈન મંદિર ગણાવીને પાંચ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.અરજદારોના દાવા મુજબ, જૂન ૨૦૨૬માં મસ્જિદના ભોંયરામાંથી જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી છે અને આ સ્થળ અશ્વબોધ તીર્થ તથા શકુનિકા વિહાર છે.સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પણ પરિસરમાં જૈન તીર્થંકરની મૂર્તિ મળી હોવાનો સ્વીકાર કર્યો છે અને મળેલા સ્ટ્રક્ચરને સુરક્ષા આપવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું છે.અરજદારોએ સ્થળે નમાજ પર પ્રતિબંધ મૂકીને જૈન સમાજને પૂજાનો અધિકાર આપવાની માગ કરી છે.હાઈકોર્ટે સમગ્ર મામલે પક્ષકારોને નોટિસ ફટકારી આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર શેર કરો