મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના હાંસોટમાં પરિક્રમાવાસીએ બાઈક ચાલક પર અચાનક ત્રિશૂલ વડે જીવલેણ હુમલો કર્યો

ભરૂચના હાંસોટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં નર્મદા પ

ભરૂચના હાંસોટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં નર્મદા પરિક્રમા કરી રહેલા એક શખ્સે રસ્તે જતાં બાઈક ચાલક પર અચાનક ત્રિશૂલ વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પરિક્રમાવાસીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

જીએસટીવી વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું..હુમલો કરીને ભાગી છૂટેલા પરિક્રમાવાસીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે..હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે.આ ઘટનાને પગલે અન્ય પરિક્રમાવાસીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો