મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GUJCOMASOLમાં થતા ભ્રષ્ટાચારના આરોપ સામે ભરત અમીપરા અને દિલીપ સંઘણીની પ્રતિક્રિયા

માણાવદરના MLA અરવિંદ લાડાણીના ગુજકોમોસોલ અધિકારીઓ પર આક્ષેપ લગાવવાને મામલે જિલ્લા ક

GUJCOMASOLમાં થતા ભ્રષ્ટાચારના આરોપ સામે ભરત અમીપરા અને દિલીપ સંઘણીની પ્રતિક્રિયા

માણાવદરના MLA અરવિંદ લાડાણીના ગુજકોમોસોલ અધિકારીઓ પર આક્ષેપ લગાવવાને મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. તેમણે કહ્યું હતું કે, સસ્તી પ્રસિદ્ધિ માટેનો આ ફક્ત દેખાવ છે. મોટા ભાગની ખરીદી મંડળી ભાજપ પ્રેરિત લોકોની છે જેમાં ખેડૂતોને નુકસાન થાય છે. આગામી ચૂંટણીમાં તેનો જવાબ ભાજપને મળશે.

MLA લાડાણીએ ટેકાનાં ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બારદાનનો જથ્થો હોવા છતાં ન આપી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગુજકોમાસોલની રીતિ નિતી અંગે લાડાણીએ રાજ્ય સરકારમાં રજુઆત કરી છે.

આ સાથે MLA અરવિંદ લાડાણીના આરોપ સામે દિલીપ સંઘણીએ જવાબ આપ્યો છે. MLAએ મગફળીની ખરીદીમાં ગુજકોમસોલમાં ભ્રષ્ટ્રાચાર થતા હોવાના આરોપ લગાવ્યા હતા. જેને અનુરુપ ગુજકોમાસોલના ચેરમેન MLAને જવાબ આપ્યો છે.

આ પણ વાંચો : VIDEO: દિલીપ સંઘાણીએ કહ્યું, વન્યપ્રાણી સામે સ્વરક્ષણ માટે હથિયારની પરવાનગી આપો

ગઈકાલે MLA દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા જેનો દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો છે. 75 ટકા ખરીદીની જવાબદારી ગુજકોમસોલને સોંપવામાં આવી છે. બારદાનના કારણે મોડું થયું છે, જે જવાબદારી ગુજકોમસોલની જવાબદારી નથી. હજુ સુધી કોઈપણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી. એ છતાં તમામ કેન્દ્ર પર થયેલી ખરીદીની તપાસ હું કરાવીશ. ગુજકોમસોલાના કર્મચારી નરેન્દ્રસિંહ ખરીદી કેન્દ્ર ફાળવણીનું કામ કરે છે. નરેન્દ્રસિંહ MLA સામે રૂ. 1 કરોડનો માનહાનિનો દાવો કરશે એટલે સાચું કોણ અને ખોટું કોણ તે કોર્ટ નક્કી કરશે. ભ્રષ્ટ્રાચાર, ગેરરીતિ કે અન્ય બાબત સામે આવે તો જાણ કરવા ખેડૂતોને અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો