મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નવરાત્રિ અગાઉ મહિલા સુરક્ષાને લઈને ખેલૈયાઓને સેલ્ફ ડિફેન્સની ખાસ તાલિમ

ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતમાં ઠેર ઠેર આયોજન થવાના છે. ત્યારે

સુરતમાં નવરાત્રિ અગાઉ મહિલા સુરક્ષાને લઈને ખેલૈયાઓને સેલ્ફ ડિફેન્સની ખાસ તાલિમ

ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતમાં ઠેર ઠેર આયોજન થવાના છે. ત્યારે પાલ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક યશ્વી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ્વી એન્ટરટેનમેન્ટ અને બીયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા અંગે ખાસ વાત કરવાની સાથે સાથે સેલ્ફ ડિફેન્સની તાલિમની વાત કરાઈ હતી. 

પરેશ ખંડેલવાલે કહ્યું કે,પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. પરંતુ યશ્વી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર ૨૪*૭ એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરવામાં આવશે. જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હજાર હશે. જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે. મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને  મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ચેંજીંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 

ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશ્વી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમિર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે. વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે.

આ સમાચાર શેર કરો