મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિ પહેલાં જ કિર્તીદાન ગઢવીના ગરબાના સ્થળે દુર્ઘટના; ડોમનો કેટલોક ભાગ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

અમદાવાદના એસ.પી રીંગ રોડ પર કીર્તિદાન ગઢવીના ગરબાનો ડોમનો કેટલોક

નવરાત્રિ પહેલાં જ કિર્તીદાન ગઢવીના ગરબાના સ્થળે દુર્ઘટના; ડોમનો કેટલોક ભાગ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
આ સમાચાર સાંભળો

અમદાવાદના એસ.પી રીંગ રોડ પર કીર્તિદાન ગઢવીના ગરબાનો ડોમનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નવરાત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન જ ડોમનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી સામે આવી છે.

એસી ડોમનો અમુક ભાગ ધરાશાયી 

મળતી માહિતી મુજબ, નવરાત્રીના આયોજન માટે સ્થળ પર તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન ડોમનો કેટલોક ભાગ ધરાશાયી થતાં આયોજકોમાં ચિંતા ફેલાઈ હતી. નોંધનીય છે કે, આ નવરાત્રીનું આયોજન એસી ડોમમાં કરવામાં આવ્યું છે. ડોમનો ભાગ કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ડોમ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.

હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને આયોજકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, કાર્યક્રમ પહેલાં ડોમનો ભાગ ધરાશાયી થવાની ઘટનાને પગલે સ્થળની સુરક્ષા અને માળખાકીય મજબૂતી અંગે સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો