મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર : 2 વર્ષ પહેલા 120 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજના સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાન

સુરેન્દ્રનગર : 2 વર્ષ પહેલા 120 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજના સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સતત સામે આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બનેલો બ્રીજ 10 ફૂટ સુધી બેસી ગયો હતો. તો સુરેન્દ્રનગર શહેરના  એકમાત્ર ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે. આ ઓવરબ્રિજ પર 3 વર્ષમાં 8મી વખત ભ્રષ્ટાચારી વિકાસનું ગાબડું પડ્યું હતું, જેના કારણે 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજની નિર્માણ કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. હવે વધુ એક બ્રિજના સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા છે. 

લખતરથી વિઠલાપરાને જોડતા 4 લાઇન બ્રિજના સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં 2 વર્ષ પહેલા લખતરથી વિઠલાપરાને જોડતા હાઈવે પર 120 કરોડથી વધુના ખર્ચે 4 લાઈન બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજમાં ઓળખથી છારદ વચ્ચે અને  છારદથી બાબાજી વચ્ચેના બ્રિજ પર લગાવામાં આવેલા જોઈન્ટ અને સળિયા દેખાવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચારને દાબી દેવા તંત્રએ તાત્કાલિક થીડા  મારી દીધા. સુરેન્દ્રનગર જિલ્લાના  આ ત્રીજા બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવતા સરકારના કરોડો રૂપિયાનું આંધણ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો