સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે પ્રતિબંધિત ડ્રગ્સનું, જાહેરમાં દમ મારો દમના દ્રશ્યો મળ્યા જોવા
રાજ્યમાં અવાનર નવાર પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાય છે, યુવાધનને નશાના માર્ગે મોકલવાનું ષડયંત્ર સતત સામે આવી રહ્

રાજ્યમાં અવાનર નવાર પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાય છે, યુવાધનને નશાના માર્ગે મોકલવાનું ષડયંત્ર સતત સામે આવી રહ્યું છે, છતાં નશાનો કાળો કારોબાર કરનારા રોકાઈ રહ્યા નથી, ત્યારે આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે કે જેમાં યુવાપેઢી ગેરમાર્ગે દોરાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરમાં દમ મારો દમના દ્રશ્યો જોવા મળ્યા છે. નશાનો કાળોકારોબાર કરતા લોકો જાણે પોલીસને પડકાર આપતા હોય તેમ બિન્દાસ મોતનો સામાન વેચીને નફો રળી રહ્યા છે.
વઢવાણ, રતનપર સહિતના વિસ્તારોમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ
સુરેન્દ્રનગરના વઢવાણ, રતનપર સહિતના વિસ્તારોમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ છે અને ગોગો અને રિઝલા પેપરનો નશો કરનારાઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં ભડકો: વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પર હાઈકમાન્ડે લગાવી બ્રેક
જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું સેવન
આ પેપરનો ઉપયોગ કરી જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું સેવન થઈ રહ્યું છે. શાળા કોલેજો બહાર બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર નશેડીઓ નશો કરતા નજરે પડી રહ્યા છે.






