અમદાવાદ: બાંગ્લાદેશી દંપતી બનાવટી દસ્તાવેજો સાથે ઝડપાયા, બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર શખ્સ દબોચાયો
અમદાવાદમાં બાંગ્લાદેશી દંપતી બનાવટી દસ્તાવેજો સાથે ઝડપાયા છે. આધારકાર્ડ, ઈલેકશન કાર્ડ અને પાનકાર્ડ સહિતના બો

અમદાવાદમાં બાંગ્લાદેશી દંપતી બનાવટી દસ્તાવેજો સાથે ઝડપાયા છે. આધારકાર્ડ, ઈલેકશન કાર્ડ અને પાનકાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર પણ ઝડપાયો છે. આરોપી મોહમદ ફારૂક મંડળ અને ડોક્યુમેન્ટ બનાવનાર મેહુલ કશ્યપની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
ફારૂકની પત્ની ફાઈમા મંડળ ફરાર
ફારૂકની પત્ની ફાઈમા મંડળ ફરાર થઈ છે.ક્રાઈમ બ્રાન્ચે આ મુદ્દે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ પહેલા થોડાક દિવસ અગાઉ બાયડમાંથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો છે.
અગાઉ બાયડમાંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવાન
બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાતા અનેક લોકો ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે અરવલ્લીના બાયડમાંથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો છે. બાંગ્લાદેશી યુવાન વિઝા અને પાસપોર્ટ વગર કેવી રીતે આવ્યો તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી યુવક એક યુવતીને મળવા માટે બાયડ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.






